ગ્રંથાલયો ના પ્રકાર | નિયામકશ્રી, ગ્રંથાલય : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
ગ્રંથાલયો ના પ્રકાર | નિયામકશ્રી, ગ્રંથાલય : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

ગ્રંથાલયો ના પ્રકાર

સરકારી ગ્રંથાલયો

ગ્રંથાલય એ વિશ્વના વિદ્યાલયો છે. ગ્રંથાલયની આવશ્‍યક સેવાઓ અને વિસ્‍તુતરૂપ પ્રવૃત્તિઓનો મહત્તમ લાભ સમાજને મળે તે માટે ગ્રંથાલય સેવાઓનો સવાંગી વિકાસ સાધવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવે છે. હાલ રાજયમાં એક કેન્‍દ્રીય અનામત ગ્રંથ ભંડાર, ૨ મધ્‍યસ્‍થ ગ્રંથાલય, ૨૬ જિલ્લા અને ૮૪ તાલુકા કક્ષાના સરકારી જાહેર ગ્રંથાલયો, ૨ સરકારી મહિલા ગ્રંથાલય, ૩૨ તાલુકા ગ્રંથાલયો તથા ૮ ફરતાં પુસ્‍તકાલયો અને ૧૪૨ ગ્રામ ગ્રંથાલય સહ સાંસ્‍કૃતિક કેન્‍દ્રો ચલાવવામાં આવે છે.

જાહેર ગ્રંથાલયો

રાજયમાં જુદી જુદી કક્ષાના જાહેર ગ્રંથાલયોને માન્‍યતા આપવામાં આવે છે અને નિયત કરેલ દરે અનુદાન ચૂકવવામાં આવે છે. રાજયના વિવિધ કક્ષાના જાહેર ગ્રંથાલયોને ૨૦૧૪-૧૫ દરમિયાન કુલ રૂા.૯૫.૦૦ લાખનું નિભાવ અનુદાન ચુકવેલ છે.

રાજા રામમોહનરોય લાયબ્રેરી

રાજા રામમોહનરોય લાયબ્રેરી ફાઉન્‍ડેશન, કલકત્તા સાથે સહયોગ સાધી જાહેર ગ્રંથાલય સહાયક યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજય સરકાર અને રાજા રામમોહનરોય લાયબ્રેરી ફાઉન્‍ડેશન, કલકત્તા ૧:૧ના પ્રમાણમાં આર્થિક ફાળો આપી રાજયમાં આવેલ જાહેર ગ્રંથાલયોને પુસ્‍તકો વાંચન-સામગ્રી દ્રશ્‍ય-શ્રાવ્‍ય સાધન- સામગ્રી ફર્નિચર વગેરે માટે સહાય આપવામાં આવે છે. ૨૦૧૨-૧૩ દરમિયાન વિવિધ યોજનાઓ હેઠળ રાજયના ગ્રંથાલયોને સહાય કરવામાં આવે છે.

ક્રમ યોજનાનું નામ લાભાન્‍વિત ગ્રંથાલયોની સંખ્‍યા સહાયની રકમ (લાખમાં)
પુસ્‍તક ખરીદી ૨૪૦૦ ૩૨૪.૫૦
સેમીનાર સહાય ૧૨.૦૦
બ્રેઇલ ગ્રંથાલયોને સહાય ૧૫.૦૦
કમ્‍પ્‍યુટર હાર્ડવેર / સોફટવેર ૧૮ ૨૮.૦૦
મકાન બાંધકામ ૧૫.૦૦
ફાયર સેફ્ટી ૩.૦૦
ફર્નિચર સહાય ૨.૫૦
કુલ :- ૪૦૦.૦૦

ગ્રંથાલય ઓપવર્ગ અને કાર્યશિબિર

ગ્રંથાલય ક્ષેત્રે સેવા બજાવતા કર્મચારીઓને વહીવટી હિસાબી અને તક્રીકી માર્ગદર્શન આપવા તથા ગ્રંથાલય ક્ષેત્રે નવા ઉદ્દભવતાં જ્ઞાનનો લાભ આપવા ઓપવર્ગ અને કાર્યશિબિર યોજવામાં આવે છે.

વહીવટ અને નિર્દેશ

ગ્રંથાલય ક્ષેત્રે નકકી કરવામાં આવેલ નીતિનો યોગ્‍ય અસરકારક અમલ થાય તે માટે ગ્રંથાલય નિયામકની કચેરી સુચનાઓ અને માર્ગદર્શન આપે છે. રાજયમાં ગ્રંથાલય ક્ષેત્રે વિસ્‍તરણ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. ગ્રંથાલય નિયામકની મદદમાં વિભાગીય કચેરીઓ આવેલી છે. જે મદદનીશ ગ્રંથાલય નિયામકની કચેરી તરીકે ઓળખાય છે. રાજયમાં બે મધ્‍યસ્‍થ ગ્રંથાલયો તથા ગુજરાત વિદ્યાપીઠમાં ગ્રંથાલય બુકસ એન્‍ડ પ્રેસ રજીસ્‍ટ્રેશન એકટ હેઠળના પુસ્‍તકો એકત્રિત કરવામાં આવે છે.

top