યોજનાઓ વિગતવાર | યોજનાઓ | નિયામકશ્રી, ગ્રંથાલય : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
યોજનાઓ વિગતવાર | યોજનાઓ | નિયામકશ્રી, ગ્રંથાલય : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

નવું અનુદાન ગ્રંથાલય શરૂ કરવા માટે કરવી પડતી કાર્યવાહી

ગ્રામ, નગર કે શહેરમાં જાહેર ગ્રંથાલય આવેલું ન હોય તો તેવા સ્થળે ગ્રંથાલય શરૂ કરવા માટે :-

  • સૌ પ્રથમ જયાં ગ્રંથાલય શરૂ કરવાનું હોય તે સ્થળ એટલે કે ગ્રામ, નગર કે શહેરની વસ્તી કેટલી છે તે નકકી કરવાનું રહે છે. આ માટે વસ્તી ગણતરીના છેલ્લા અહેવાલને આધારભૂત ગણવામાં આવે છે. હાલમાં ૨૦૦૧ની વસ્તી ગણતરીને આધાર તરીકે ગણીને તે મુજબ ગ્રંથાલયની કક્ષા નકકી કરવામાં આવે છે.
  • છેલ્લી વસ્તી ગણતરીને આધાર તરીકે લઇ ગ્રંથાલયની કક્ષા નકકી કરવામાં આવે છે. નવા સરકારી ઠરાવ ક્રમાંક-ગથલ/૧૧૮૪/૯૦૫૩/બ તા. ૨૬-૧૦-૧૯૮૯માં નકકી કર્યા મુજબ વસ્તી ગણતરીમાંના આંકડા અધિકૃત સત્તા ધરાવતા અધિકારીના પ્રમાણપત્રને આધારિત રહેશે.
  • શરૂ કરવામાં આવેલ ગ્રંથાલય જે ગામ, નગર કે શહેરમાં આવેલ હોય તે ગ્રામ, નગર કે શહેરની વસ્તી ગણતરીના આધારે તેની કક્ષા નકકી કરી ગ્રામ ગ્રંથાલય માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શહેરશાખા, નગરકક્ષા-૧ અને નગરકક્ષા-૨, શહેરશાખા ગ્રંથાલયો, બાળ મહિલા ગ્રંથાલયો માટે જે તે વિભાગના મદદનીશ ગ્રંથાલય નિયામક તેમજ શહેર ગ્રંથાલય માટે ગ્રંથાલય નિયામકશ્રીનો સંપર્ક સાધી નવું ગ્રંથાલય શરૂ કરવા માટે માન્યતાનું ફાર્મ મેળવી દર વર્ષે ૩૧મી ડિસેમ્બર સુધીમાં જે તે કચેરીને મોકલી આપવાનું રહે છે.
  • નવા ગ્રંથાલયોને માન્યતા મળતા જો ફંડ મળી શકે તેમ હશે તો પ્રથમ ગ્રંથાલય નિયામકશ્રીના સ્વવિવેક મુજબ સ્વીકાર્ય ખર્ચના ૫૦ ટકા પ્રમાણે ટોકન ગ્રાન્ટ મળવાપાત્ર થશે. ત્યારબાદ વર્ષે સ્વીકાર્ય ખર્ચના ૭૫ ટકા મુજબ સરકારી અનુદાન નિભાવ પેટે આપવામાં આવે છે. જો ગ્રંથાલય આદિવાસી કે પછાત વિસ્તારમાં આવેલ હોય તો ૨૫ ટકા ફાળાની અપેક્ષા સિવાય સ્વીકાર્ય ખર્ચના ૧૦૦ ટકા નિભાવ ગ્રાન્ટ આપવામાં આવે છે.

top