યોજનાઓ વિગતવાર | યોજનાઓ | નિયામકશ્રી, ગ્રંથાલય : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
યોજનાઓ વિગતવાર | યોજનાઓ | નિયામકશ્રી, ગ્રંથાલય : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

રાજય કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર

રાજયમાં સાર્વજનિક ગ્રંથાલયોમાં દુર્લભ અને અપ્રાપ્ય એવાં પુસ્તકોનું યોગ્ય સંરક્ષણ દરેક ગ્રંથાલયમાં કરવું શકય નહિ હોવાથી પુસ્તકો જે તે ગ્રંથાલયોમાં એકત્રિત કરી આ કેન્દ્રમાં રાખવામાં આવે છે. આ પુસ્તકોની યોગ્ય જાળવણી કરી તેની ગ્રંથનામ, કર્તા અને વિષય સૂચિ તૈયાર કરી રાજયનાં તમામ ગ્રંથાલયોમાં વિશ્વ વિદ્યાલયો તથા સંશોધન ગ્રંથાલયોમાં મોકલવામાં આવે છે. જે સંશોધન એ સઘન અભ્યાસ કરતી વ્યકિતઓને ઘણી જ ઉપયોગી પુરવાર થાય છે. અને તેઓને સંશોધન માટે એક જ સ્થળેથી પૂરતી માહિતી ઉપલબ્ધ બને છે. આ કેન્દ્રોમાંથી વાંચન સામગ્રીનું કોમ્પ્યુટરીકરણ પણ કરવામાં આવે છે.

top