પુરસ્કાર | અમારા વિષે | નિયામકશ્રી, ગ્રંથાલય : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
પુરસ્કાર | અમારા વિષે | નિયામકશ્રી, ગ્રંથાલય : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

સિદ્ધિઓ

ગ્રંથાલય ખાતાની સિધ્ધિઓ

ગ્રંથાલય ખાતા ધ્વારા રાજયમાં જાહેર ગ્રંથાલય સેવાઓનું સંચાલન, વિસ્ત્તરણ અને વિકાસને લગતી વૃતિઓ હાથ ધરવામાં આવે છે. સાથોસાથ લોકો ગ્રંથાલય અભિમુખ બને અને વાચક ટેવ કેળવાય તેવી વૃતિઓ કરવામાં આવે છે.

  • રાજયમાં બે મધ્યસ્થ ગ્રંથાલય, ૨૬ જિલ્લા અને ૧૧૬ તાલુકા કક્ષાના સરકારી જાહેર ગ્રંથાલયોની કુલ સંખ્યા ૧૪૪ છે. ઉપરાંત ૨ મહિલા ગ્રંથાલયો તથા ૮ સરકારી ફરતા પુસ્તકાલયો એમ કુલ ૨૬૮ સરકારી ગ્રંથાલયો કાયર્રત છે.
  • રાજયમાં અનુદાનિત ગ્રંથાલયોની સંખ્યા ૩૨૧૪ છે, જેને નીચેની વિગતે સહાય આપવામાં આવે છે.
ક્રમ ગ્રંથાલયની કક્ષા સંખ્યા ચુકવાતું મહતમ અનુદાન
શહેર ગ્રંથાલયો ૫૨ ૧,૦૦,૦૦૦/-
અંધજન ગ્રંથાલયો ૧૨ ૧,૦૦,૦૦૦/-
શહેરશાખા ગ્રંથાલયો ૭૪ ૫૦,૦૦૦/-
નગરકક્ષા-૧ ગ્રંથાલયો ૮૭ ૩૫,૦૦૦/-
નગરકક્ષા-૨ ગ્રંથાલયો ૨૩૧ ૨૦,૦૦૦/-
મહિલા ગ્રંથાલયો ૯૦ ૨૦,૦૦૦/-
બાળ ગ્રંથાલયો ૭૦ ૨૦,૦૦૦/-
ગ્રામ ગ્રંથાલયો ૨૫૯૮ ૧૦,૦૦૦/-
  કુલ અનુદાનિત ગ્રંથાલયો - ૩૨૧૪  
  • ૧૧મા નાણાપંચની ભલામણ અનુસાર કેન્દ્ર સરકાર તરફથી જાહેર ગ્રંથાલય પ્રવૃતિના વિકાસ અર્થે મળેલ ૬.૦૦ કરોડનું કોર્પસફંડ ઊભુ કરી ગુજરાત રાજય જાહેર ગ્રંથાલય વિકાસ નિધિની રચના કરવામાં આવેલ છે.
  • સરકારી જિલ્લા ગ્રંથાલયોના કોમ્પયુટરાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ૨- મધ્યવર્તી પુસ્તકાલયો, વડોદરા અને ગાંધીનગર, ૨૬- સરકારી જિલ્લા ગ્રંથાલયો, તદ્ઉપરાંત રાજય કેન્દ્રીય અનામત ગ્રંથભંડાર, મહેસાણા તથા સ્ટેટ આર્ટ એન્ડ કલ્ચર લાયબ્રેરી, અમદાવાદના ગ્રંથાલય અને ર૦ ટકા તાલુકા પુસ્‍તકાલયોની ની કોમ્પયુટરાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
  • રાજયકક્ષાના ગ્રંથાલય મંડળ તરીકે માન્યતા ધરાવતા બે(૨) ગ્રંથાલય મંડળને પ્રત્યેકને વાર્ષિક ૫૦,૦૦૦/-નું અનુદાન ચુકવવામાં આવે છે.
  • મહેસાણા ખાતે રાજય કેન્દ્રીય અનામત ગ્રંથભંડારમાં રાજયના તમામ ગ્રંથાલયોમાંથી નહીવત વંચાતા તથા બિનઉપયોગી પુસ્તકો મેળવી તેની એક નકલ જાળવવામાં આવે છે. મહેસાણા ખાતેના આ ગ્રંથભંડારમાં રાખવામાં આવતી સાહિત્યની કૃતિઓની સૂચિ રાજયના તમામ ગ્રંથાલયો, યુનિવર્સિટી ગ્રંથાલયો તથા સંશોધન ગ્રંથાલયોને મોકલવામાં આવે છે.
  • રાજા રામમોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશન. કલકતાના આર્થિક સહયોગથી રાજયના જાહેર ગ્રંથાલયોને વિવિધ સહાય આપવામાં આવે છે.
  • રાજયના અનુદાન મેળવતા ગ્રંથાલયો માટે રાજયકક્ષાની સ્પર્ધામાં પ્રથમ રાવનાર ગ્રંથાલય અને ગ્રંથપાલને સ્વ. મોતીભાઇ અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક યોજના હેઠળ પુરસ્કાર આપવામાં આવે છે. સને ૨૦૧૨-૧૩/૨૦૧૩-૧૪ સુધીમાં કુલ ગ્રંથાલયોને આ પારિતોષિક અને પુરસ્‍કાર એનાયત કરાયેલ છે.
  • દર વર્ષે ૧૪ થી ૨૦ નવેમ્બર દરમ્યાન રાષ્ટ્રિય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેમાં લેખક મિલન, ચર્ચા સભાઓ, પુસ્તક પ્રદર્શન, બાળકો માટેના કાર્યક્રમ યોજવામાં આવે છે.
  • નવા ભવન નિર્માણ અને ૨૦૧૫ થી ૨૦૧૬ સુધીમા’ નીચેના સરકારી ગ્રંથાલયોમા અધ્‍યતન ભવનોનું નિર્માણ કરવામાં આવેલ છે.
ક્રમ પુસ્‍તકાલયનું નામ ભવન નિર્માણ વર્ષ
સરકારી તાલુકા પુસ્‍તકાલય – બારડોલી ૨૦૧૫
સરકારી તાલુકા પુસ્‍તકાલય – નિઝર ૨૦૧૫
સરકારી તાલુકા પુસ્‍તકાલય – વિજયનગર ૨૦૧૪
સરકારી જીલ્‍લા પુસ્‍તકાલય – વ્‍યારા ૨૦૧૩
સરકારી તાલુકા પુસ્‍તકાલય – વડનગર ૨૦૧૩
સરકારી તાલુકા પુસ્‍તકાલય – સિધ્‍ધપુર ૨૦૧૨
સરકારી તાલુકા પુસ્‍તકાલય – બાયડ ૨૦૧૧
સરકારી જીલ્‍લા પુસ્‍તકાલય – અમરેલી ૨૦૧૦
સરકારી તાલુકા પુસ્‍તકાલય – ખેડબ્રહ્મા ૨૦૦૯
૧૦ સરકારી તાલુકા પુસ્‍તકાલય – વાલોડ ૨૦૦૯
૧૧ સરકારી તાલુકા પુસ્‍તકાલય – ધાંગ્રધા ૨૦૦૭
૧૨ સરકારી જીલ્‍લા પુસ્‍તકાલય – પાટણ ૨૦૦૫
૧૩ સરકારી તાલુકા પુસ્‍તકાલય – લખતર ૨૦૦૪
૧૪ સરકારી તાલુકા પુસ્‍તકાલય – ભચાઉ ૨૦૦૩
૧૫ સરકારી જિલ્‍લા પુસ્‍તકાલય – ભુજ ૨૦૦૩
top